Skip to content
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકે આગમી દિવસોમાં લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અનુંસંધાને આદર્શ આચારસંહીતા અમલમાં હોય જે અન્વયે જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાય રહે તે હેતુથી શરાબ-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ આપેલ ડ્રાઇવઅનુંસંધાને બાતમી હકિકત મળેલ કે પાવન ટ્રાવેલ્સમાં પેસેન્જર તરીકે એક શખ્સ મુંબઇ બોરીવલ્લીથી ભરૂચ ખાતે ભારતીય બનાવટની વિદેશી શરાબની મોંઘી દાટ બોટલો આપવા આવે છે. જે બાતમી આધારે સ્ટાફના માણસો સાથે વોચ ગોઢવી બે શખ્સો રાજેશકુમાર ચંપકલાલ મોદી રહે. ફ્લેટ નં.૮૦૨ રંગ પ્લેટીનીયમ સોસા.શ્રવણ ચોકડી તા.જી.ભરૂચ,કાંતીલાલ બેચરભાઈ કાચા રહે.બોરીવલી ઈસ્ટ મહારાષ્ટ્ર નગર ,ઓમ શાંઈ ચાલ રૂમ.નં. પ મહારાષ્ટ્રને વડદલા પાટીયેથી એવિયેટર સ્કુટર સહીત ભારતીય બનાવટની વિદેશી શરાબની ૭૫૦ મી.લી.ની બોટલ નં.૧૨ કિંમત રૂ.૧૬,૭૦૦, મોબાઇલ નંગ-૨ કિંમત રૂ.૧,૦૦૦, અંગ ઝડતીના રોકડા રૂ.૨,૦૦૦, ટુવ્હીલર એવીયેટર ગાડી નંબર 01 16 81 5511 જેની કિંમત રૂ.૧૦,૦૦૦ કુલ્લ મુદ્દામાલ કિંમત રૂ. ૨૯,૭૦૦ સાથે ઝડપી પાડી કાયદેસર તપાસ કરી ભરૂચ શહેર સી ડીવી પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.