Crime તસ્કરી કરેલા પાંચ મોટર સાયકલ સાથે ૧ શંકુને પકડી પાડતી ભરતનગર પોલીસ 6 years ago Kutch Care News ભરતનગર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.એચ.યાદવની સુચનાથી ભરતનગર પોલીસ સ્ટેશનના ડીસ્ટાફના વી.બી.ખુમાણ, સંજયભાઇ ચુડાસમા, મહેન્દ્રસિંહ સરવૈયા, ઇરફાનભાઇ અગવાન, દિવ્યરાજસિંહ રાણા ગુન્હાના કામે કાર્યવાહી દરમ્યાન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સંજયભાઇ ચુડાસમા તથા મહેન્દ્રસિંહ સરવૈયા ને મળેલ બાતમી આધારે સિદસર રસ્તા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સામેથી શંકુ અલ્પેશ ઉર્ફે ભાણો ધનજીભાઇ મકવાણા/કોળી ઉવ.૨૩ ધંધો.હીરા ઘસવાનો રહે.મુળ ગામ.માલણકા, હાલ રહે.સીદસર ગામ, અંજુબેન મકવાણાના મકાનમા ભાડેથી વાળાને એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરની રજી કાગળો વિનાના મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લ્સ મોટર સાયકલ કિંમત રૂ઼. ૫૦,૦૦૦ ના સાથે ઝડપી પાડી મજકુર વિરૂધ્ધમાં કાયદેસર તપાસ કરેલ છે. તેમજ શંકુએ તપાસ દરમ્યાન અન્ય ચાર મોટર સાયકલઓ તસ્કરી કરેલાની કબુલાત આપેલ ઉપરોકત મોટર સાયકલ કુલ નંગ-૪ મજકુર શંકુએ ભાવનગર શહેરમા અલગ-અલગ સ્થળોએથી તસ્કરી કરેલ હોય જે અંગે તપાસ કરતા નિલમબાગ પોલીસ સ્ટેશન ઘોઘારોડ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુન્હા રજી થયેલ હોય જેથી ચારેય મોટર સાયકલઓ કુલ કિંમત રૂ.૯૫,૦૦૦ ગણી કલમ મુજબ જપ્ત કરી તેમજ ભરતનગર પોલીસ સ્ટેશન ગુન્હાના કામે જપ્ત મોટર સાયકલ કિંમત રૂ.૫૦,૦૦૦ મળી કુલ મોટર સાયકલ નંગ ૫ કુલ કિંમત રૂ.૧,૪૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની તપાસ કરેલ છે. Continue Reading Previous ભરૂચ : વડદલા પાટીયા ખાતેથી વિદેશી શરાબ સાથે એવિયેટર સ્કુટર સહિત ૨ ઇસમોને પકડી પાડતી ભરૂચ LCBNext ખોડા ચેકપોસ્ટ પરથી બીએસએફ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડાયો More Stories Breaking News Crime Kutch વધુ એક હનીટ્રેપનો કિસ્સો આવ્યો સપાટી પર : ગાંધીધામના આધેડને હનીટ્રેપમાં ફસાવી 23 લાખ રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઈ 9 hours ago Kutch Care News Breaking News Crime Kutch દુધઇ નજીક ટેન્કર સાથે ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત : અકસ્માતના 21 કલાક બાદ પણ ટ્રાફિક જામ 9 hours ago Kutch Care News Breaking News Crime Kutch માંડવીમાં વીજચોરી સામે આવતા 12.71 લાખની દંડનીય કાર્યવાહી કરાઈ 9 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.