ખોડા ચેકપોસ્ટ પરથી બીએસએફ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડાયો

લોકસભાની ચૂંટણીને લઈ રાજસ્થાન તરફથી ગુજરાતમાં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાથી ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પોલીસ જવાનોની સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ )ના જવાનો પણ પહેરો લગાવી રહયાયા છે. ત્યારે બીએસએફના જવાનોએ નાકાબંધી દરમિયાન બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખોડા ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ કબ્જે કરી રૂ. 29.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ખોડા ચેકપોસ્ટ પર બીએસએફની 37મી બટાલિયન પહેરો ભરી રહી છે. ત્યારે બીએસએફની 463 બટાલિયનના કમાન્ડન્ટ વિનોદકુમારને મળેલી બાતમી આધારે જી.બ્રાન્ચની સૂચના આધારે 37મી બટાલિયનની નાકા પાર્ટીના જવાનો કોન્સ્ટેબલ પી.મુરુગન, કોન્સ્ટેબલ મનીષસિંગ, કોન્સ્ટેબલ પ્રદિપ સરકાર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાતા પંજાબ તરફથી આવી રહેલી ટ્રક નંબર પીબી  05 એલ 9573 ને રોકી તપાસ કરતા તેમાંથી ભૂંસાની આડમાં વિદેશી દારૂ ભરેલો હતો. બીએસએફના જવાનોએ દારૂની કુલ 3624 નંગ બોટલ કિંમત રૂ. 18,12,000 તેમજ રૂ.10 લાખની કિંમતની ટ્રક, બે મોબાઈલ ફોન અને ભુસા સહિત કુલ રૂ. 29,79,500 નો મુદ્દામાલ કબ્જે કરી ડ્રાઇવર હરદીપસિંહ બલકારસિંગ રહે. પંજાબ અને ગુરવિંદરસિંહ સાવનસિંહ રહે. પંજાબ ની અટક કરી હતી. આ અંગે બીએસએફ દ્વારા થરાદ પોલીસને મુદ્દામાલ તેમજ શખ્સોઓ સોંપી વધુ તપાસ હાથ ધરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *