વીજપાસરમાં જુગાર રમતા ચાર પકડાયા : એક નાસ્યો

copy image

copy image

નખત્રાણા તાલુકાના વીજપાસરમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર પકડાયા હતા જ્યારે એક નાસી છૂટયો હતો. નખત્રાણા પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળતાં વીજપાસરની પૂર્વ બાજુ આવેલા બાવળોની ઝાડીમાં ધાણીપાસા વડે જુગાર રમતા સલીમ જુસબ ગોહિલ (માનકૂવા), મનજી જખુ ધરડા, જેન્તી હરજી ચારણ (રહે. બંને વીજપાસર) અને હિતેશ ખીમજી ચારણ (આદિપુર)ને ઝડપી લીધા હતા જ્યારે શોકતઅલી ઉર્ફે કારો કુંભાર (સુખપર-રોહા) નાસી છૂટયો હતો. દરોડા દરમ્યાન રોકડ?રૂા. 6200 જપ્ત કરી પાંચે આરોપીઓ વિરુદ્ધ નખત્રાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.