કાર્ગો ઝુંપડા વિસ્તારમાં આવેલા પીએસએલ ચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ શખ્સોઓને રૂ.11,130 રોકડ સાથે ઝડપી બી ડિવિઝન પોલીસે કાયદેસર તપાસ કરી હતી. બી-ડીવિઝન પોલીસ સ્ટેશનના પીએસઓ રીનલબેન બરાડીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પીઆઇ ડી.વી.રાણાની સૂચના મુજબ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમીયાન પોલીસ કોન્સટેબલ મહેન્દ્ર હીરાગરને બાતમી મળી હતી કે, કાર્ગો ઝુંપડા વિસ્તારમાં પીએસએલ ચોકમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા છે, આ બાતમીના આધારે રેડ પાડી પીએસએલ ચોકમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાજેશ રાજેન્દ્રભાઇ પાસવાન, રમેશ જીવનભાઇ મકવાણા અને ખેંગારભાઇ ભુરાભાઇ મઢવીને રોકડા રૂ.11,130 સાથે ઝડપી પાડ્યા હતા.