Skip to content
આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી યોજાનાર છે અને ચુંટણી શાંતીપુર્ણ માહોલમાં યોજાય તે સારૂ જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા શખ્સો બાબતે વિગતો મેળવી આવા શખ્સોને પકડી પાડવા એસ.પી.જયપાલસિંહ રાઠૌર સુચના આપેલ હતી જે અનુસંધાને એસ.ઓ.જી. ના પી.આઇ. એસ.એન.બારોટની સુચના અને પીએસઆઇ એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલને મળેલ બાતમીના આધારે શિહોર તાલુકાના મગલાણા ગામ નવાગામ જવાના રસ્તે એસ.વી.કૌર ગેસ પ્લાન્ટ પાસેથી હરદીપસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.૨૬ રહેવાસી મગલાણા તા. શિહોરવાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર તપાસ કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી શિહોર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધણી કરાવેલ છે.