ભિલોડાના બુટલેગરનો ઈંટોના ઢગલામાં વિદેશી શરાબ છુપાવવાનો કીમિયો નિષ્ફ્ળ : આર.આર.સેલનો સફળ દરોડો

ગાંધીનગર આર.આર.સેલની ટીમે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રને હંફાવી રહી હોય તેમ મોડાસામાં જુગારધામ પર પડેલો સફળ દરોડા પછી ૨૪ કલાકના સમયગાળા દરમિયાન ભિલોડાના આંબાબારના બુટલેગરે ઘર આગળના ભાગે ઈટોના ઢગલામાં પાણીની ટાંકીની અંદર છુપાવેલો વિદેશી શરાબ રૂ.૨૯,૦૦૦ નો પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. ભિલોડા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતો વિદેશી શરાબના વેપલાનો પર્દાફાશ કરી ગાંધીનગર આર.આર.સેલની ટીમે લપડાક લગાવી હતી. ભિલોડાના આંબાબાર ગામે દિલીપ રામજી પલાત નામનો બુટલેગર ઘરે જ વિદેશી શરાબનો વેપલો કરતો હોવાની બાતમીના આધારે ગાંધીનગર આર.આર.સેલની ટીમે રવિવારે બપોરના અરસામાં દરોડો કરતા બુટલેગર પલાયન થઈ ગયો હતો. આર.આર.સેલની ટીમે બુટલેગરે પોલીસની આંખોમાં ધૂળ નાખવા ઘર આગળ પડેલા ઈંટોના જથ્થાને હટાવતા સિમેન્ટની બે ટાંકીઓ મળી આવી હતી. તેમાં તલાશી કરતા ટાંકીમાંથી વિદેશી શરાબ અને બિયરની બોટલ નંગ ૯૧ કિંમત રૂ.૨૯,૦૦૦ નો જથ્થો પકડી પાડી બુટલેગરનો કીમિયો નિષ્ફળ બનાવ્યો હતો. બુટલેગર દિલીપ રામજી પલાત સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી ભિલોડા પોલીસને સુપ્રત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *