વરસામેડીમાં ઘરમાંથી 1.91 લાખના મુદ્દામાલની ચોરી

copy image

copy image

અંજાર તાલુકાના વરસામેડીમાં  પરિવારજનો  ઘરમાં સૂતા હતા, તે દરમ્યાન  તસ્કરો મકાનમાંથી  રૂા. 1.91 લાખની માલમતાની ચોરી કરી ગયા હતા.  શાંતિધામ-4 સોસાયટીના  મકાન નં. 138માં ગત તા. 7/7ના 12.30થી 6.30  વાગ્યા સુધીના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. કંડલા નીલકંઠ ઈન્ફ્રાટેક કંપનીમાં સુપરવાઈઝર  તરીકે  કામ કરતા  આનંદભાઈ હરિભાઈ વરચંદ (આહીર) સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,  અજાણ્યા શખ્સો મકાનના પાછળના ભાગનો દરવાજો  તોડીને અંદર પ્રવેશ્યા હતા. હરામખોરો પતરાના કબાટનું લોક તોડી તેમાંથી રોકડા રૂા. 45 હજાર, બે સોનાની ચેઈન પેડલવાળી  રૂા. 40 હજાર, સોનાનું મંગળસૂત્ર કિં.રૂા. 40 હજાર, સોનાની વીંટી નંગ. 5  રૂા. 40 હજાર, સોનાનું બ્રેસલેટ કિં.રૂા. 20 હજાર, ચાંદીના સાંકળા બે જોડી રૂા. છ હજાર  લઈ ગયા હતા. ચોરીના સમયગાળા દરમ્યાન પરિવારજનો ઘરમાં જ હોવાનું પોલીસે કહ્યું હતું. આ કૃત્યમાં સામેલ આરોપી પોલીસના  હાથવેંતમાં હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.