ભુજમાં પત્તા ટીંચતા છ ઝડપાયા

copy image

ભુજના મિરજાપર માર્ગના પ્રિન્સ રેસીડેન્સીથી હિલગાર્ડન તરફ જતા રસ્તા પર પતરાવાળી બે ઓરડીની સાઇડમાં લાઇટના અજવાળા તળે તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સને પોલીસે પકડી પડ્યા હતા. શુક્રવારની અડધી રાતે એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા રજાક ઉમર કુંભાર, રમજાન ભચલ ધરશ, શોએબ નુરમામદ ધરશ, અજીજ ઉર્ફે શોહીલ અલીમામદ ઓઠાર (રહે. ત્રણે મિરજાપર), જય નરેશગિરિ ગોસ્વામી અને પૃથ્વીરાજ નિરજરાજ સોલંકી (રહે. બંને ભુજ)ને રોકડા રૂા. 31,920, ચાર મોબાઇલ કિં. રૂા.20,000 એમ કુલ્લ રૂા. 51,920નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઇ. આર. જે. ઠુમ્મરની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. પી. વાઘેલા, હે.કો. મહિપાલસિંહ જાડેજા, રણજિતસિંહ જાડેજા, ધવલકુમાર સેંધલ, કોન્સ. જયદેવસિંહ જાડેજા, જીવરાજ ગઢવી, લાખાભાઇ બાંભવા જોડાયા હતા.