પુર્વ કચ્છ એલસીબીની ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબીના હેડકોન્સટેબલ રાજેન્દ્ર પરમારે વર્ષામેડીની સીમમાં આવેલી અંબાજી પ્લાયવુડ કંપનીની લેબર કોલોનીના ગેટ નજીક દેશી દારૂ વેંચાણ માટે ઉભેલા મોડવદરના કરમશી સોમાભાઇ રબારીને રૂ. 6,300 ની કિંમતના 305 લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશને સોંપ્યો હતો.