રાપરના સમાવાસમાં જુગાર રમી રહેલા ત્રણ ઇસમોઓ રૂ.3,010 રોકડ રકમ તથા મોબાઇલ સહિત રૂ.4,010 ના મુદ્દામાલ સાથે રાપર પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા. આ અંગે પીએસઓ વિનોદ પ્રજાપતિએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઇન્ચાર્જ પીઆઇ જે.એચ. ગઢવીની સૂચના મુજબ રાપર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે સમાવાસમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા વિક્રમસિંહ નથાજી વાઘેલા, ખીમા ભાણાભાઇ સોલંકી અને ખીમા ભુરાભાઇ કોલીને રૂ.3,010 રોકડ રકમ અને રૂ.1,000 ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂ.4,010 ના મુદ્દામાલ સાથે ઝડપી તેમના વિરુધ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર તાપસ કરી હતી. વધુ તપાસ હેડકોન્સટેબલ વિનોદ બોડાત કરી રહ્યા છે.