ભુજમાં IPL પર સટ્ટો રમતાં પાંચ લાખના મુદામાલ સાથે 5 ઇસમો ઝડપાયા

ભુજની જથ્થાબંધ બજારમાં આવેલી એક દુકાનમાં આઇપીએલ મેચ પર સટો રમતાં ૫ ઇસમો કે જેમાં મોટાભાગના વેપારીઓ છે તેમને લાખો રૂપીયાના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. એલસીબીની ટીમે રવિવારે સાંજના અરસામાં જથ્થાબંધ બજારમાં આવેલ પ્રતિક માર્કેટીંગ નામની દુકાનમાં દરોડો પાડયો હતો. દરોડા દરમ્યાન દુકાનની અંદર રહેલ ઇસમો મોબાઇલ લાઇવ લાઇન એપ મારફત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપીટલ વચ્ચે ચાલતી મેચ પર સટો રમાડતાં રંગે હાથ પકડાઈ ગયા હતા. પોલીસે કઇ ટીમ કેટલા રન બનાવશે અને કઇટીમ હારશે કઇ ટીમ જીતશે કયો ખેલાડી વધુ રન બનાવશે એ પર સટો રમતાં પ્રતિક કનુ ઠકકર, સંદીપ ઘનશ્યામ ભીંડે, હિતેન્દ્ર બાબુલાલ ઠકકર, પંકજ રમણીક ઠકકર અને સાજીદ સલી મેમણને ઝડપી પાડયા હતા. એલસીબીએ ઇસમોઓને પકડી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *