લોરિયા – સુમરાસર રસ્તા પર દેશી દારૂની ભઠી પકડાઈ

ભુજ તાલુકાના લોરીયા- સુમરાસર રસ્તા પર આવેલ પારસવાડી પાસેના સીમ વિસ્તારમાં લાંબા સમયથી ધમધમતી દેશી દારૂની એક ભઠીને પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાઓ પકડી પાડી છે. એલસીબીની ટુકડીએ લોરિયા ગામના વેલુભા ખાનજી જાડેજા નામના ઈસમની અટક કરી છે. તેના કબ્જામાંથી 3,200ની કિમતનો દેશી દારૂ ઉપરાંત 4,150 રૂપિયાના દેશી દારૂ બનાવવા માટેના સાધન તેમજ દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવાતા 3 લાખની કિંમતના ટ્રેકટર સહિતનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *