માંડવી તાલુકાના નાની ખાખરમાંથી પોલીસે એક રહેણાક મકાનમાં રેડ પાડી વિદેશી દારૂના જથ્થા સાથે શંકુને પકડી પાડયો હતો. બાતમીના આધારે રવિવારે બપોરના અરસામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સહદેવસિંહ ઉર્ફે સદો લાખુભા જાડેજાના કબ્જામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 13,200ની કિમતની 33 બોટલ પકડી પાડી હતી. ઉપરાંત શંકુના કબ્જામાંથી 1,500ની કિમતના 3 મોબાઇલ મળી માંડવી પોલીસે કુલ 14,700નો મુદામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા શંકુએ દારૂનો આ જથ્થો કયાંથી મેળવ્યો તે સહિતની વિગતો જાણવા માટે પુછતાછનો દોર હાથ ધર્યો છે.