રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મિણા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ જેતપુરએ દા તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જે બાબતે જેતપુરો સીટી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.વી કે.પટેલના માર્ગદર્શન હેઠળ એચસી ભાવેશભાઇ ચાવડા તથા સંજયભાઈ પરમાર તથા પીસી નારણભાઈ પંપાણીયા તથા ચેતનભાઇ ઠાકોર તથા લખુભા રાઠોડ તથા રામજીભાઈ રેજા નાઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમીયાન ખાનગી રાહે મળેલ હકિકત આધારે જેતપુર ધોરાજી રોડ જલારામ ૩માં વિશાલ મધુકાંત બોસમીયા તથા નટવર બાવનજીભાઈ સેજલીયા રહે.બંને જેતપુરવાળાને વર્લી ફીચરના સાહીત્ય સાથે રોકડ રૂ.૧૨,૫૫૦ સાથે ઝડપી પાડી તેમજ શખ્સ જીકર ઉફે જખરો રહે ગોંડલની નજીક તપાસ કરાવતા અટક કરવા પર બાકી રહેલ છે ત્રણેય વિરૂધ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી કરાવી તપાસ કરેલ છે.