Crime પોરબંદરમાં ભજીયાની દુકાનમાં આઈપીએલનો જુગાર રમતા પકડાયા 6 years ago Kutch Care News પોરબંદર : પોરબંદરમાં ક્રાઈમ બ્રાંચની ટીમે ભજીયાની દુકાનમાંથી વેબસાઈટમાં આઈડી બનાવી અને આઈપીએલનો જુગાર રમતા એક ઈસમની અટક કરી છે જયારે અન્ય એક ઈસમનું નામ ખુલતા તેના વિરુધ્ધ ગુન્હો નોંધ્યો છે. પોરબંદરના છાયા ચોકી ચાર રસ્તા નજીક આવેલ રઘુવંશી ભજીયા નામની દુકાનમાં આઈપીએલના મેચમાં જુગાર ચાલી રહ્યો છે. આથી પોલીસે દરોડો પાડતા કમલેશ ઉફ્રે કમલ પ્રભુદાસભાઇ લાખાણી નામનો ઈસમ મોબાઇલમાં એક વેબસાઇટમા પોતાની આઈડીમાં આઈપીએલમાં ક્રિકેટ મેચ રાજસ્થાન રોયલ તથા કલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ ચાલુ હતો. જે મેચ ઉપર ખેલાડીઓના રનફેર તથા ઓવર ઉપર હારજીતનો જુગાર રમતો હતો. આથી પોલીસે તેને રૂ.૧૪,૬૫૦ની રોકડ તથા ૧૦,૦૦૦ની કિમતનો મોબાઇલ ફેન મળી કુલ રૂ.૨૪,૬૫૦/- ના મુદામાલ સાથે પકડી લીધો હતો અને વેબસાઇટમાં તેની આઈડી બાબતે પુછતા આ આઈડી તેને કેતન નટવરલાલ રાઠોડ નામના ઇસમે ખોલી આપી હોવાનું જણાવતા કેતન સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. Continue Reading Previous ખંભાતમાં ઘરની સફાઈ કરવા આવેલી મહિલાઓ 3.85 લાખના દાગીનાની તસ્કરીNext હળવદમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા More Stories Breaking News Crime Kutch વધુ એક હનીટ્રેપનો કિસ્સો આવ્યો સપાટી પર : ગાંધીધામના આધેડને હનીટ્રેપમાં ફસાવી 23 લાખ રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઈ 4 hours ago Kutch Care News Breaking News Crime Kutch દુધઇ નજીક ટેન્કર સાથે ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત : અકસ્માતના 21 કલાક બાદ પણ ટ્રાફિક જામ 5 hours ago Kutch Care News Breaking News Crime Kutch માંડવીમાં વીજચોરી સામે આવતા 12.71 લાખની દંડનીય કાર્યવાહી કરાઈ 5 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.