હળવદના મકારીપરામાં આવેલ હનુમાનજીના મંદિર પાસે જુગાર રમતા ત્રણ શકુંને હળવદ પોલીસે પકડી પાડીને ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી વિગત અનુસાર હળવદ પોલિસ રાત્રીના પેટ્રોલિંગમાં હોય દરમિયાન મળેલ બાતમીના આધારે હળવદના મકારીપરા પાસેના હનુમાન મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા જગદીશભાઈ મઘાભાઈ પરમાર, યોગેશભાઈ ઘનશ્યામભાઈ મકવાણા અને બળદેવભાઈ વેલજીભાઈ ડાંગરીયાને રોકડ રકમ રૂ.૧૧,૧૦૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.