Skip to content
લોધીકાના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. એસ.એ. જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં. ત્યારે હેડ કો. બિજરાજસિંહ જાડેજાને મળેલ હકીકતના આધારે ઇકો કારની તલાસી લેતા તેમાંથી દેશી દારૂ લીટર ૧રપ મળી આવતા કાર સહિત કુલ ૩.૦ર લાખના મુદામાલ સાથે ચાલક કાનજી ઉર્ફે કાનો દેશુરભાઇ મકવાણા રે. રાજકોટની અટક કરાઇ હતી. જયારે વનરાજ વિકમા રે. સાલખડા તા. ચોટીલાની શોધખોળ હાથ ધરાઇ હતી.