મવડી વિસ્તારમાં પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ દારૂની હેરફેરી માટે ઝડપાઇ ચૂકેલા બુટલેગરની સિઝન સ્ટોરની દુકાનમાં ચાલતા ક્રિકેટ સટ્ટા નેટવર્ક પર પોલીસે દરોડો પાડીને બે શંકુને પકડી લીધા હતા. પોલીસે મોબાઇલ, ટીવી સહિત ૫૧,૮૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. સૂત્રધારા બુટલેગરની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચંદ્રેશનગર મેઇન રસ્તા પર બલદેવ સિઝન સ્ટોર નામની દુકાનમાં ક્રિકેટ સટ્ટા નેટવર્ક ચાલી રહ્યાની માલિવયાનગર પોલીસ સ્ટેશનના મસરીભાઇ ભટારીયાને સચોટ બાતમી મળી હતી. બાતમીના વેલુભા ઝાલા, ભાવિનભાઇ ગઢવી સહિતના સ્ટાફે ઉપરોક્ત દુકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે દુકાનની અંદર હરદેવ કિશોરભાઇ રાઠોડ અને રિતશે પ્રવિણભાઇ કાછેલા ટીવીમાં પ્રસારીત થઇ રહેલા રાજસ્થાન રોયલ- કલકતા ટીમ વચ્ચેના ઉપર મોબાઇલમાં આઇડીમાં સટ્ટાની તપાસ કરી રહ્યા હતા. બંને ઈસમ પાસેથી રોકડા રૂ.૧૧,3૦૦, ટીવી અને સેટઅપ બોક્સ સહિત કુલ રૂ.૫૧,૮૦૦ નો મુદામાલ જપ્ત કરી બંનેની અટક કરવામાં આવી હતી. પૂછપરછમાં બંને ઇસમે સુખદેવસિંહ ઉર્ફે સુખો મહિપતસિંહ ઝાલા વતી સટ્ટાની તપાસ કરી રહ્યાની કબૂલાત આપતા તેની શોધખોળ ચાલુ છે. સુખદેવસિંહ ઉર્ફે સુખો પહેલા દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.