અમદાવાદમાંથી ૧૦ મહિના આગાઉ ચોરાયલી બોલરો સાથે ધારી રોડ પર આવેલી રાધેશ્યામ હોટેલ પાસેથી ધારીના ઈસમને અમરેલી પોલીસે પકડી લીધો હતો. પોલીસે પકડાયેલા ઈસમના રિમાન્ડ મેળવવા તપાસ હાથ ધરી છે. ધારીના પ્રેમપરા વિસ્તારમાં રહેતો ઈસમ ચોરાઉ વાહન લઈને ફરતો હોવાની અમરેલી એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી. જેના પગલે પોલીસે અમરલી- ધારી રોડ પર આવલી રાધેશ્યામ હોટલ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન પ્રેમપરા રહેતો ગોપાલ ચંદુભાઈ વાઘેલા ઉર્ફે મુન્નો નામનો ઈસમ જીજે 01 એયુ 5296 નંબરની બોલરો લઈને પસાર થયો હતો. જેના પગલે પોલીસે મુન્નાને અટકાવી વાહનના કાગળો માંગ્યા હતા. પરંતુ મુન્નો પોલીસને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. બીજી બાજુ અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ૧૦ મહિના પૂર્વે આ વાહનની તસ્કરી થયાનું સ્પસ્ટ થતાં પોલીસે મુન્નાની અટક કરી છે.