સંતકબીર રસ્તા પર જાહેરમાં ધમધમતા વરલી મટકાના અડ્ડા પર રેડ, 4 શખ્સો ઝડપાયા

શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભગીરથ સોસાયટીમાં જાહેરમાં ધમધમતા વરલી મટકાના અડ્ડા પર પોલીસે દરોડો પાડીને રોકડા રૂ.૫૯,૧૦૦ સાથે ચાર ઈસમની અટક કરી હતી. જુગારના અન્ય બે દરોડામાં જ્યુબીલી બાગ પાસે શ્રીનાથજી ટ્રાવેલ્સની ઓફિસમાં  જુગાર રમી રહેલા પાંચ ઇસમને ૪૬,૯૫૦ની રોકડ સાથે અને પોપટપરામાં રઘુનંદન સોસાયટીમાં જાહેરમાં જુગાર રમવા બસેલી  બે મહિલા સહિત પાંચ ઈસમને રોકડા રૂ.૧૯,૯૫૦ સાથે પોલીસે પકડી લીધા હતા.  સંતકબીર રસ્તા પર ભગીરાથ સોસાયટી-૧૦માં વરલી મટકાના આકડાનો જાહેરમાં અખાડો ચાલી રહ્યો  છે. તેવી ક્રાઇમ  બ્રાંચના ધનશ્યામસિંહ ચૌહાણને વિગતો મળી હતી. પીએસઆઇ યુ.બી. જોગરાણા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે ચાર ઈસમ પાસે પંટરો આંકડાની તપાસ કરી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી શામજી ભૂપતભાઇ ગોહેલે , દિપક બાબુભાઇ વાડોદરીયા, જમીન ગોકળભાઇ ખત્રી અને ધનજી ઓધવભાઈ વાડોલીયાને  પકડી  પાડી રોકડા રૂ. ૫૯,૧૦૦ અને એક મોબાઇલ સહિત કુલ ૬૫,૧૦૦ નો મુદામાલ જપ્ત કર્યો  હતો.  જયુબીલી બાગ પાસે એમ્બેસી ટાવરમાં  Ŗીનાથø શ્રીનાથજી ટ્રાવેલ્સની ઓફિસમાં જુગાર રમાય છે તેવી વિગતો મળતા એ ડીવીઝનના પીએસઆઇ એસ.વી.સાખરા સહિતના સ્ટાફે  દરોડો પાડ્યો હતો. ઓફિસમાં જુગાર રમી રહેલા સંચાલક જાહીદ ઓસમાણભાઇ મકરાણી, એઝાઝ ફિરોઝભાઇ સંઘાર, યુસુફ અબ્દુલભાઇ સાંધ, અલ્તાફ મંહમદદભાઇ અઘામ અને અબ્દુલ સાલેભાઇ સુમરાની પોલીસે અટક કરી રોકડા રૂ. ૪૬,૯૫૦ જપ્ત કર્યા હતા. જ્યારે પોપટપરામાં રઘુનંદન સોસાયટીમાં  રહેલા જુગાર રમી રહેલા  હર્ષદ  છગનભાઇ ધામેચા, મયરુ તુલસીદાસ  તન્ના, મિતષે ન્રેન્દ્રભાઇ સોમમાણકે, ધાર્મીબેન  મિતષે સોમમાણકે અને મોનિકાબને ભરતભાઇ પાˀની રોકડા રૂ.૧૯,૦૫૦ સાથે અટક કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *