પોરબંદર જિલ્લાના રાણાવાવમાં અલ્ટો કારમાં વિદેશી શરાબ સાથે ખીમા મોઢવાડીયા પકડાયો છે. લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લામાં શરાબની બદ્દી નાબુદ કરવા માટે જૂનાગઢ રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદી તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલની સુચના મુજબ એસઓજી પીઆઇ પી.ડી.દરજી તથા એલસીબી પીઆઇ એચ.એન.ચુડાસમા સ્ટાફ સાથે સંયુક્ત પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અલ્ટો કારમાંથી વિદેશી શરાબ સાથે એકની અટક કરવામાં આવી હતી. એલસીબી અને એસઓજીના સ્ટાફ સાથે સંયુક્ત પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન એસઓજીના હેડ કોન્સ,કિશનભાઇ ગોરાણીયા તથા પીસી વિજયભાઇ જોષીને મળેલી બાતમીના આધારે રાણાવાવ સ્ટેશન પ્લોટ રામાપીરના મંદિર નજીક ચોકમાં ખીમા લાખા મોઢવાડીયાને અલ્ટો કાર નંબર જીજે 13 સીસી 2976 કિંમત રૂ. 1,25,000માં ઇગ્લીશ શરાબ ભરેલા બોક્સ નંગ 6 કુલ બોટલ નંગ 72 કિંમત રૂ. 27,000 સાથે ઝડપી પાડી સદર શરાબ બાબતે પુછતા આ શરાબ સવદાસ ગીગા રાતીયા તથા ભરત ગીગા રાતીયાને આપી ગયેલા હોવાનું જણાવતા બધા વિરૂદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો નોંધણી કરાવેલ છે.