ભચાઉ પાસેથી દેશી દારૂ લઈ જતાં બે શખ્સો 31 હજારની મતા સાથે ઝડપાયા

ભચાઉના કલીયાસરી રિંગરોડ પાસે દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની પોલીસે અટક કરી હતી. તેમની પાસેથી મોબાઈલ, બાઇક સહિત કુલ 31,480નો મુદામાલ કબ્જે કરાયો હતો. ભચાઉ પોલીસના સૂત્રોએ જણાવ્યુ હતું કે બપોરના અરસામાં પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન બાઇક પર દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે જીજે 12 ડીએમ 4732 નંબરની બાઇકને ઝડપીને તપાસ કરતાં તેના પરથી મુળ ઓરિસ્સાના પરંતુ હાલે ભચાઉ રહેતા મનવર ઇસ્લામ શેખ અને શ્રીકાંત બલરામ મુંડાને 480 ની કિંમતના દેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા. આ સાથે બાઇક અને બે મોબાઈલ મળીને 31,480નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.         

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *