પંચમહાલ એસ.ઓ.જી.પોલીસની ટીમે શહેરા તાલુકાના ભદ્રાલા ગામ પાસેથી પસાર થતા રસ્તા ઉપર આવી રહેલી કારને ઉભા રાખવાનુ કહેતા ચાલક ત્યા મુકીને પલાયન થઇ ગયો હતો. કારની ડીકીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે શહેરા પોલીસ સ્ટેશને ગુનો નોધાતા કાયદેસરનીતપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના ભદ્રાલા ગામ નજીક પંચમહાલ એસઓજી શાખાની ટીમને બાતમી મળી હતી કે મંગલિયાણા ગામના ગોપી ફળિયામાં રહેતો શખ્સ જનક ઉર્ફે પિન્ટુ પગી ખટકપુરથી ભદ્રાલા તરફ એક કારમા દારૂનો જથ્થો લઈ જવાનો છે. તેવી બાતમી મળેલ હતી તેના આધારે વોચ ગોઠવી બાતમીના વર્ણનવાળી ઈન્ડીગો કાર આવતા તેને ઉભી રાખવાનુ કહેતા ચાલક જનક ઉર્ફ પિન્ટુ પગી પલાયન થઈ ગયો હતો. ગોધરા એસઓજી પોલીસે શહેરા તાલુકાના ભદ્રાલા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂ.૪૧,૧૦૦ તથા ટાટા ઇન્દિગો કારની કિંમત રૂ.૧,૦૦,૦૦૦ મળી કિંમત રૂ. ૧,૪૧,૧૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો એસઓજી પોલીસે કુલ શાખાએ કાર તેમજ દારૂનો જથ્થો કબ્જે કરીને શહેરા પોલીસ સ્ટેશન ખાતે લાવીને પલાયન શખ્સ જનક ઉર્ફ પિન્ટુ પગી સામે કાયદેસરની તપાસ હાથ ધરી હતી.