Skip to content
ભાવનગર એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા અતુલભાઇ ચુડાસમાને મળેલ સંયુક્ત બાતમી આધારે સહકારી હાટ, પ્લોટ ગેટ ચોકી નજીક શખ્સ સંદિપભાઇ ઉર્ફે ચંદુ મનસુખભાઇ બારૈયા/કોળી ઉ.વ. ૨૩ રહે. રામતીર્થ સોસાયટી પ્લોટ નં. ૨૬, સરદારનગર, ભાવનગરવાળાને એક શંકાસ્પદ રજી કાગળો વિનાના એકટીવા સ્કુટર કિંમત રૂ. ૩૦,૦૦૦ ના સાથે ઝડપી પાડી મજકુર વિરૂધ્ધમાં કાયદેસર તપાસ કરી તેને ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. સદર મોટર સાયકલની પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી મોટર સાયકલના. રજી. નંબર ઉપરથી ખરાઇ કરતા એકટીવા સ્કુટર તસ્કરી બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વાહન તસ્કરી થયા અંગે ફરિયાદ થયેલ છે. આમ એસ.ઓ.જી. પોલીસે શહેરમાં થયેલ વાહનતસ્કરીના ગુન્હાનો ભેદ ઉકેલી શખ્સને તસ્કરીના સ્કુટર સાથે પકડી પાડેલ છે. આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ હરેશભાઇ ઉલવા, મહાવિરસિંહ ગોહિલ, અતુલભાઇ ચુડાસમા, શરદભાઇ ભટ્ટ તથા હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.