ધૂલીયાથી રાજકોટ નિકળેલ ટ્રકમાંથી ર.૬૫ લાખનો માલ તસ્કરી થઈ ગયો

રાજકોટ : ધૂલીયાથી માલભરીને રાજકોટ નિકળેલા ટ્રકમાંથી ર,૬૫,૩૮૪ની માલમત્તા કોઇ અજાણ્યા ઇસમો  તસ્કરી જતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. મળતી વિગતો અનુસાર અમદાવાદ કુબેરનગર નજીક જયઅંબે સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર ભુરારામ ચૌધરીએ કુવાડવા રોડ પોલીસ સ્ટેહશનમાં લખાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ત્રાજપર પાટીયા નજીક સરખેજ બાવળા રોડ ચાંગોદરમાં પ્લોટનં. ૧૩માં શ્રી બાલાજી મોટર્સ નામનું ટ્રાન્સપોર્ટ આવેલ છે. તેનું સંચાલન કરે છે. અને મારા ટ્રાન્સપોર્ટમાં અંદાજીત ૬૦ ગાડીઓ ચાલે છે. અને આ બધી ગાડીઓમાં સૈફ એકસપ્રેસ કાર્ગો દિલ્હીની કંપનીમાં જ એટેચ તરીકે ચલાવે છે. અને કંપનીનો દરેક સામાન ગુજરાત અને તેની બહારના રાજ્યોમાં મારા ટ્રાન્સપોર્ટ મારફતે માલસામાન પહોંચાડે છે. ગત તા. ૧૫-૧ના રોજ પોતાના ટ્રાન્સપોર્ટની જી.જે. ૧૮એ.યુ. ૭૩૧૩ નંબરનો કન્ટેનર ટ્રક સૈફ એકસપ્રેસ કંપની કાર્ગો ધૂલીયા મહારાષ્ટ્રથી માલસામાન ભરી  રાજકોટ કુવાડવા રોડ આઇઓસી સામેનો માલ ભરી ડ્રાઇવર તરીકે ભુષણ પાટીલ લઇને ધૂલીયાથી રાજકોટ આવવા માટે નિકળ્યો હતો. તા. ૧૬-૧ના રોજ રાજકોટ નવાગામ નજીક આઇ.ઓ.સી. સ્ટેશન સામે સૈફ એકસપ્રેસ કાર્ગોના ગોડાઉને પહોંચેલ ત્યારે ડ્રાઇવરે ટ્રક કન્ટેનરના પાછળના ભાગે જોયેલ તો દરવાજાના સીલ તુટેલા હતા અને દરવાજો ખુલ્લો હતો. જેથી ડ્રાઇવરે રાજકોટની કંપનીમાં જાણ કરતાં કંપની વાળાઓએ દરવાજો ખુલ્લો જોઇ જાણ કરતાં પોતે દોડી રાજકોટ પહોંચ્યા હતા અને ટ્રકમાં ભરેલ માલનું બીલ સાથે ચેક કરતા એક એલસીડી, રૂ. ૨,૪૯,૩૧૪ના ગારમેન્ટ કાપડનું ડ્રેસ મટિરીયલ જેમાં તૈયાર ડ્રેસ, ટાઇ, ટુવાલ, ટીશર્ટ, બુટ, એક બોક્ષ ઓટો પાર્ટસ અને એક બોકસ પી.સી.બી.એસેમ્બલી મળી રૂ. ૨,૬૫,૩૮૪નો સામાન ગાયબ હતો. આ બાબતે પોતે ટ્રક ચાલકને પૂછતા તેણે જણાવ્યું હતું કે, પોતે ટ્રક લઇને નિકળ્યા બાદ જે જગ્યાએ ચા-પાણી કરવા ઉભો રહયો તે જગ્યાએ પોતે ટ્રકને ચેક કરેલ નથી જેથી કોઇ સ્થળે કોઇ અજાણ્યા ઇસમોએ કન્ટેનરનું સીલ તોડી અંદરથી માલસામાન તસ્કરી કર્યાનું જણાવાયું છે. આ બાબતે કુવાડવા પોલીસે રાજેન્દ્ર ભાઇની ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ. એમ.કે.ઝાલાએ કાર્યવાહી  આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *