Skip to content
રાજકોટ રૂરલ એસ પી શ્રી બલરામ મીના સાહેબનાઓએ દારૂ જુગારની બદી નાબુદ કરવા સૂચના આપેલ જે સુચના તેમજ એલ.સી.બી.આર.આર.ના ઇન્ચા. પો.ઈન્સ. શ્રી એચ. એ. જાડેજા તથા પીએસઆઈ વી એમ લગારિયા સાહેબનાઓની સૂચના અન્વયે મળેલ બાતમી આધારે આ કામના શખ્સોને વિંછીયા પોલીસ સ્ટેશનના મોટા હડમતિયા ગામથી છાસીયા ગામ તરફ જતા રસ્તા પર ધનાધન બાપુ આશ્રમ થી રસ્તાની ડાબી સાઇડ વાળી કાચા રસ્તે વિરજીભાઇ શીવાભાઇ જાંડા રહે-મોટા હડમતિયા ગામ તા-વિછીંયા વાળાની કબજા-ભોગવટા દેખરેખની વાડીના મકાનમા આ કામના 6 શખ્સોનાઓ પૈસા તથા પાના વડે તીનપતીનો હારજીતનો નશીબ આધારીત જુગાર રમતા ઝડપી પાડી વિંછીયા પોલીસ સ્ટેશનમાં ધોરણસર તજવીજ માટે સોંપી આપેલ છે. અટક કરેલ શખ્સોઓ વિરજીભાઇ શીવાભાઇ જાડા જાતે કોળી રહે. મોટા હડમતિયા, જેન્તીભાઇ નાથાભાઇ જાડા જાતે-કોળી રહે. મોટા હડમતિયા, જેન્તીભાઇ રૂપાભાઇ ખોડાણી જાતે-કોળી રહે- ઓરી, જગુભાઇ જીવાભાઇ ખાચર જાતે-કાઠી દરબાર રહે. દડલી ગામ ચોરાવાળી શેરી, ચંન્દ્રેશભાઇ વિરાભાઇ રાઠોડ જાતે આહીર રહે. કમળાપુર, દાનાભાઇ મનજીભાઇ જમોડ જાતે કોળી રહે. રેવાણીયા, કબજે કરેલ મુદામાલ કુલ રોકડ રૂ. ૧,૬૫,૯૦૦, ગંજીપત્તાના પાના, મોબાઇલ ફોન નં ૫ કિંમત રૂ. ૨૭,૦૦૦, મોટર સાયકલ નંગ ૩ કિંમત રૂ. ૪૫,૦૦૦,મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૨,૩૭,૯૦૦ કામગીરી કરનાર ટીમ આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના I/c PI શ્રી એચ.એ.જાડેજા, HC અમિતભાઇ અશોકભાઇ કનેરીયા, HC અનીલભાઇ રવજીભાઇ ગુજરાતી, PC રહીમભાઇ અલ્લારખાભાઇ દલ, PC ભોજાભાઇ જીવણભાઇ ત્રમટા, PC દિવ્યશભાઇ દેવાયતભાઇ સુવા, PC ભાવેશભાઇ વલ્લભભાઇ મકવાણા.