સેવાલીયા જૂની ચેકપોસ્ટ પરથી રૂ. ૬.૪૬ લાખનો મુદ્દામાલ કબ્જે

પંચમહાલ સંસદીય વિસ્તારની એસ એસ ટી ટીમે સેવાલીયા જુની ચેકપોસ્ટ ઉપરથી ઇનોવા કારમાંથી ચાંદી અને રોકડા નાણાં મળી રૂ. ૬.૪૬ લાખનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંદાજીત ૧૨ કિલો ચાંદી જપ્ત લેવામાં આવી છે. લોકસભા ચુંટણી દરમિયાન રોકડ રકમ અને વિદેશી દારૂની થતી હેરાફેરી અટકાવવા ચુંટણી પંચની ગાઇડ લાઇન મુજબ સ્ટેટીક સર્વેલન્સની પંચમહાલ જિલ્લામાં રચના કરવામાં આવી છે. પંચમહાલ સંસદીય મતવિસ્તારની એસ એસ ટી ટીમ નવ એપ્રિલની મોડી રાત્રિના અરસામાં સેવાલીયા જુની પોસ્ટ નજીક વાહન ચેકીંગ કામગીરી કરી રહયા હતા. દરમિયાન ગોધરા તરફથી આવતી ઇનોવા કારને ટીમે રાત્રિના અરસામાં અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાં રાજસ્થાન પાર્સિગ વાળી ઇનોવા કારમાંથી પાછળની સીટ પાસે બનાવેલા ખાનામાંથી ચાંદી-રૂપાના બે ગઠ્ઠા અને ચાર લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જેથી ટીમે કારમાં બેઠેલા રાજસ્થાન બાંસવાડાના સત્યનારાયણ શંકરલાલ સોની અને મધ્ય પ્રદેશના રતલામના રાજેશ મોહનલાલ સોની બન્નેની રોકડ અને ચાંદી બાબતે પુછપરછ કરતાં કોઇ આધાર પુરાવો રજુ નહીં કરવા ઉપરાંત સંતોષકારક જવાબ પણ આપી શકયા ન હતા જેથી ટીમ દ્વારા ૬,૪૬,૭૮૬ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ચાંદીના દાગીના રાજકોટ લઈ જવાના હતા એસએસટી ટીમ દ્વારા બન્ને વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પુછપરછ કરતાં બન્ને એ જુના ચાંદીના દાગીના મેળવી તેને ઓગાળી રીફાઇન કરી રાજકોટ લઇ જતાં હોવાની કબુલાત કરી હતી. પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં સ્ટેટીક સર્વેલન્સ દ્વારા આ પ્રથમ કેસ કરાયો છે. સતત વાહન ચેકીંગ જારી રાખવામાં આવી રહયું છે. જોકે મતવિસ્તાર પંચમહાલ લોકસભાનો લાગે છે જયારે અન્ય કાર્યવાહી ખેડા જીલ્લાના તંત્ર દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *