Skip to content
ભુજ : તાલુકાનાં માનકુવા સદુરાઇ વિસ્તારમાં નવી બની રહેલ મસ્જિદ નજીક સલીમ રમજુ બલોચના ઘર બહાર ખુલ્લા પટમાં જુગાર રમી રહેલા ચરણે પોલીસે ઝડપી પાડ્યા હતા. માનકુવાથી ભારાપર જતાં રસ્તા પર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં સલીમ રમજુ બલોચ, ઈસ્માઈલ સુમાર બલોચ, રમજુ ઓસમાણ બાફણ તથા ઇબ્રાહીમ મુસા જતજે જુગાર રમતા પકડી પાડ્યા હતા. દરોડા દરમ્યાન ચારેની અંગ જડતીમાં પોલીસને રોકડ રૂ. 2,400 તથા પડમાંથી 440 સહિત કુલ રૂ. 2,810 તેમજ ત્રણ નંગ ફોન સહિત કુલ રૂ. 4,340 નો મુદામાલ જપ્ત કરી બધા વિરૂધ્ધ જુગારધારાની કલામ તળે માનકુવા પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રવીણ શિવાભાઇ પરમારે સરકાર તરફે ગુનો દાખલ કરાવ્યો હતો.