મુન્દ્રા તાલુકાના વવાર ગામે રહેણાકના ઘરમાં પોલીસે બાતમીના આધારે મંગળવારે સાંજના અરસામાં રેડ પાડીને 33,600ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમને પકડી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે વવાર ગામે રહેતા ગોવિંદ વીરા ગઢવી (ઉ.વ.29)ના ઘરમાં પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. રેઇડ દરમિયાન તેના ઘરમાં પ્લાસ્ટીકની ટેબલ નીચે ખાખી કલરના 8 બોક્સ મળી આવ્યા હતા. જેમા 96 નંગ ઇગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 33,600નો મુદામાલ મળી આવતાં ઈસમને મુદામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી એએસઆઈ પુનશીભાઇ એલ સેડાએ કરી છે. ભચાઉ તાલુકાના વોંધ ગામમાંથી પોલીસે મુંબઇવાસી યુવાનને રૂ.3,200 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 4 બોટલો સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધ તપાસ કરી હતી. ગત રાત્રિના આરસામાં હાલે મુંબઇમાં રહેતા 21 વર્ષીય મિતેશ ધરમશી ચંદાત (પટેલ)ને ભચાઉ પોલીસે રૂ.3,200 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 750 એમએલની ચાર બોટલ સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધ કોન્સટેબલ વિજય ડાંગરે કાયદેસરની તપાસ કરી હતી. આ દારૂ તે મુંબઇથી લાવ્યો હતો કે અન્ય જગ્યાએથી એ બાબતે વધુ કાર્યવાહી કરાઇ રહી છે.