રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જેથી જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ વિ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ.શ્રી એસ.આર.ખરાડી સાહેબ તથા એ.એસ.આઇ. જે.વી.સિંધલ તથા પો.હેડ.કોન્સ એમ.એન.વાળા તથા પો.કોન્સ પ્રતિપાલસિંહ વાળા તથા પો.કોન્સ સમીરભાઈ બારોટએ રીતેના પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ પ્રતીપાલસિંહ વાળા તથા સમીરભાઈ બારોટને ખાનગી રાહે હકીકતને આધારે જેતપુર નવાગઢ આશા પાન પાસેથી દરોડો કરી વરલી ફિચર નો જુગાર રમતા શંકુઓ હુસેનભાઇ ઇબ્રાહીમભાઈ લાખાણી તથા ઇકબાલ ઉર્ફ ગની અબુભાઇ લાખાણી રહે. બંને નવાગઢ વાળાઓને રોકડા રૂ.૧૧,૮૦૦ સાથે ઝડપી પાડી જુગારધારા કલમ મુજબ કાયદેસરની તજવીજ કરેલ છે.