જલાલપોર તાલુકાનાં મટવાડ ગામે આવડા ફળિયામાં બંધ મકાનમાં જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમી જલાલપોર પોલીસને મળતા જ તે સ્થાને દરોડો કરતા તીનપત્તીનો જુગાર રમતા ૭ શંકુઓ અને ૩,૧૨,૨૩૦ મુદ્દામાલ કબ્જે કર્યો છે. બનાવની વિગતમાં તા. ૯મીનાં રોજ જલાલપોર પોલીસને બાતમી મળી હતી કે મટવાડ ગામે આવડા ફળિયામાં નારણભાઇ મીઠાભાઇ કોળી પટેલ જે હાલ વિપીનભાઇ પરાગભાઇ પટેલના કબજાનાં મકાન તીનપત્તી પર જુગાર રમાય રહ્યો છે. બાતમીનાં આધારે ૯મીનાં રોજ સાંજના અરસામાં જલાલપોર પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા બંધ મકાનમાં ૭ શંકુઓ જુગાર રમતા રંગે હાથ પોલીસે પકડી પાડયા હતા. પોલીસે જુગાર રમતા શંકુઓ દાવ પર લાગેલા રૂ.૫,૪૬૦ તેમજ અંગ ઝડતી કરતા ૬૯,૭૭૦ રૂપિયા મોબાઇલ નંગ ૮ ની કિંમત ૪૭,૦૦૦ તથા ચાર મોટર સાઇકલની કિંમત ૧ લાખ રૂપિયા મળી કુલ મુદ્દામાલ ૩,૧૨,૨૩૦ સ્થળ પર થી જપ્ત કર્યો હતો. બધા શંકુઓની અટક કરીને જુગારધારા કલમ લગાડીને આગળની કાર્યવાહી એચ.પી. ગરાસીયા કરી રહ્યા છે.