આણંદમાં ઘરની ઓરડીમાંથી પોલીસે રાત્રીના અરસામાં 21 બોટલ વિદેશી શરાબનો જથ્થો પકડ્યો

આણંદ : શહેરના સો ફુટના રસ્તા ઉપર આવેલી અંકુર સોસાયટીમાં આવેલા એક ઘરની ઓરડી પાસે  ગતરાત્રીના અરસામાં કોઈ શંકુ દ્વારા તરછોડી દેવામાં આવેલી વિદેશી શરાબની ૨૧ બોટલો મળી આવતાં આ બાબતે શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે અંકુર સોસાયટીમાં રહેતા ફરિયાદી નીતાબેન રાજેશભાઈ પટેલ આજે સવારના અરસામાં ઘરની બહાર કચરો વાળવા નીકળ્યા હતા ત્યારે સાઈડની રૂમ પાસે કપડું ઢાંકેલી કોઈ વસ્તુ જોવા મળી હતી જેથી તેમણે હટાવીને જોતાં પ્લાસ્ટીકની થેલીઓમાં વિદેશી શરાબની બોટલો મૂકેલી નજરે પડી હતી. જે બાબતે તેમણે પોલીસને જાણ કરતાં જ પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે ઘૂસી ગઈ હતી અને કાર્યવાહી કરતાં વિદેશી શરાબની અલગ-અલગ બ્રાન્ડની ૨૧ બોટલો કે જેની કિંમત ૧૦,૫૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. તે મળી આવી હતી. પોલીસે નીતાબેનની ફરિયાદને આધારે અજાણ્યા શંકુ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *