Skip to content
કાલાવાડના ભાવાભી ખીજડીયા ગામમાં સાંજના અરસામાં પોલી રેડ પાડી જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા સેટ ઇસમોને ઝડપી પાડ્યા છે અને રૂ. 24,820 ની રોક્ડ જપ્ત કરી છે. કાલાવાડ તાલુકાનાં ભાવાભી ખીજડીયા ગામમાં સાંજના અરસામાં જાહેરમાં જુગાર જામ્યો હોવાની બાતમી મળતા કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ. એમ. રાદડિયા તેમજ ટીમે રેડ પાડી હતી. ત્યાંથી વિરભદ્રસિંહ ટેમુભા જાડેજા, મહિપતસિંહ ધનશ્યામસિંહ જાડેજા, પ્રવીણભાઈ મોહનભાઇ પટેલ, પંકજભાઈ ગાગજી પટેલ, રાજેન્દ્રભાઈ રામજીભાઇ અકબરી, અમીન જુમ્માભાઈ સોરા તથા દિનેશભાઇ માધવજીભાઈ પટેલ નામના સાત ઇસમો ગંજીપાના વડે રોનપોલીસ રમતા મળી આવ્યા હતા. પોલીસે પટ્ટમાંથી રૂ. 24,820 રોકડા જપ્ત કરી જુગારધારાની કલામ હેઠળ ગુનો દાખલ કર્યો છે.