ગોંડલ તાલુકા પોલીસના પીએસઆઈ એવિ જાડેજા દ્રારા તાલુકા પોલીસના કોન્સ્ટેબલ મદનસિંહ ચૌહાણ, દિગપાલસિંહ ગોહિલ સહિતની ટીમને અનડિટેક્ટ ગુનાઓમાં કામ સબબ ઉતાર પ્રદેશ મોકલાયા હતા. દરમિયાન છેતરપિંડીના ગુનામાં નાસી ગયેલ ઉતમ લલનભાઈ મીક્ષા રહે. સુખપર ઉતર પ્રદેશ મળી આવતા તેની અટક કરી હતી તેમજ તેનો આરોપી મોહમ્મદ અયુબ અન્સારી હાલ રાજકોટ વાળાની અટક કરી ટ્રક કિંમત રૂ. 4,50,000 તેમજ રોકડા રૂપિયા 2,46,000 નો મુદામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.