ભરૂચમાં બે શખ્સો દ્વારા ફરી એક વાર કરાઇ “ઇનોવા કાર”ની તસ્કરી

ભરૂચમાં આવેલ સોમેશ્વર દર્શન કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી રાત્રીના અરસામાં ઇનોવા કારની તસ્કરી થઇ હતી. કોમ્પ્લેક્ષના નીચે આવેલી દુકાનના સીસીટીવી કેમેરાના ફુટેજમાં એક ફોર્ચ્યુનર કારમાં આવેલાં બે શખ્સો ઇનોવા કારનું લોક તોડીને કાર સાથે નાસી છૂટ્યા હતા. આ બનાવને ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ થી થોડે દૂર અંક્લેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલાં સ્વામિનારાયણ બંગ્લોઝ ખાતે રહેતાં દિપક ભટનાગરના ઘર પાસેથી પણ એક મહિના પહેલાં ઇનોવા કારની તસ્કરી થઇ હતી. જેમાં તેમના સામેના ઘરના સીસીટીવી કેમેરાના ફુટેજમાં પણ એક ફોર્ચ્યુનર કારમાં આવેલાં શખ્સો દ્વારા કાર તસ્કરી કરી ગયાંનું માલુમ પડ્યું હતું. આ બંને ઘટનાઓમાં બે શખ્સો એક જ રીત વાપરીને ફક્ત ઇનોવા કારની જ તસ્કરી કરતાં સી.સી.ટી.વી ફૂટેજમાં નજરે પડે છે, પોલીસ તંત્ર આ ટોળકીને બંને ઘટના ક્રમના સી.સી.ટી.વી ફૂટેજના માધ્યમથી આગળની તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *