Crime ગાંધીનગર આર.આર.સેલે અણીયોર પાસે બોલેરો જીપ ૧.૭૨ લાખનો વિદેશી દારૂ પકડ્યો : બુટલેગરને ઝડપી પાડ્યો 6 years ago Kutch Care News અરવલ્લી : ચૂંટણીનો પર્યાય દારૂની રેલમછેલ બની ગયો છે, ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી હવે ફક્ત કાગળ પર જોવા મળે છે. પોલીસ પીધેલાઓને પકડે છે પરંતુ મોટા બુટલેગર, કે દારૂનો સપ્લાય ક્યાં થવાનો હતો તે અંગેની કાર્યવાહી ક્યાંય જોવા મળતી નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી લોકસભા, વિધાનસભાની.ચૂંટણી જાહેર થતા જ મતદારોને રીઝવવા દારૂની મહેફિલ જામતી હોય છે. મતદારો પણ ચૂંટણી સમયે લાલ પાણીની ડિમાન્ડ કરતા હોવાથી ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂ બુટલેગરો દ્વારા ઠાલવવામાં આવે છે. અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના બાતમીદારો પર આર.આર.સેલના બાતમીદારો હાવી થઈ રહ્યા છે. ગાંધીનગર આર.આર.સેલ ની ટીમે અરવલ્લી જીલ્લાની સરહદ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને જુગારના અડ્ડાઓ ચાલતા હોવાથી ધામા નાખ્યા છે. આર.આર.સેલના વીરભદ્ર સિંહ અને તેમની ટીમે માલપુર સોમપુર ચોકડીથી ધનસુરા તરફ વિદેશી દારૂ બોલેરો જીપમાં ભરી પસાર થતા ઉભારણના ભરત રમેશ ઠાકોરને અણીયોર કંપા પાસેથી ૧.૭૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. માલપુરની સોમપુર ચોકડી તરફથી આવતી બોલેરો જીપની ઝડપ શંકાસ્પદ જણાતા અણીયોર પાસે વોચ ઊભી રહેલી આર.આર.સેલની ટીમે બોલેરો જીપ ગાડી નંબર જીજે 9 એમ 6046 ને અટકાવી તલાસી લેતા જીપમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અને બિયર પેટી-૪૩ તથા છૂટી બોટલ-ટીન મળી કુલ નંગ-૧૬૦૨ કિંમત રૂ.૧,૭૨,૨૦૦નો જથ્થો કબ્જે કરી ભરત રમેશ ઠાકોર (મૂળ રહે, વાલેર જી. બનાસકાંઠા ) હાલ રહે, ઉભરાણ તા.માલપુર, જી-અરવલ્લીને ઝડપી પાડી જીપની કિંમત રૂ.૪,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૫,૭૨,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ભરત રમેશ ઠાકોર વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની કાર્યવાહી માલપુર પોલીસ સ્ટેશનને સુપ્રત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા-૨૦૧૯ ની ચૂંટણીને અનુલક્ષીને ઠેર ઠેર નાકાબંધી અને વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતું હોવાના દાવા અને સ્ટેટેટિક સર્વેલન્સની ટીમ્સનું પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ઘુસાડવા અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદ પરથી વિદેશી દારૂ ભરી આવેલી બોલેરો જીપ મેઘરજ અને માલપુર સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ ત્યાં સુધી બંને પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ચકમો આપવામાં સફળ રહી કે પછી જવા દેવામાં આવી તે ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. Continue Reading Previous દેશલપર અને સમાઘોઘામાં જુગાર રમતા 16 શંકુઓ ઝડપાયાNext અંજારમાંથી 26 હજારનો દારૂ મળ્યો શખ્સ ફરાર More Stories Breaking News Crime Kutch વધુ એક હનીટ્રેપનો કિસ્સો આવ્યો સપાટી પર : ગાંધીધામના આધેડને હનીટ્રેપમાં ફસાવી 23 લાખ રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઈ 4 hours ago Kutch Care News Breaking News Crime Kutch દુધઇ નજીક ટેન્કર સાથે ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત : અકસ્માતના 21 કલાક બાદ પણ ટ્રાફિક જામ 4 hours ago Kutch Care News Breaking News Crime Kutch માંડવીમાં વીજચોરી સામે આવતા 12.71 લાખની દંડનીય કાર્યવાહી કરાઈ 4 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.