અંજારના લુણંગનગરના રહેણાકના મકાનમાં અંજાર પોલીસે પાડેલા દરોડા દરમિયાન રૂ.26,000 ની કિંમતનો ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ શખ્સ હાજર મળ્યો ન હતો. આ અંગે પીએસઓ અશોકસિંહ સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત સાંજના અરસામાં પેટ્રોલિંગ દરમીયાન અંજાર પોલીસને બાતમી મળી હતી કે, લુણંગનગરમાં રહેતો ભાવેશ આતુભાઇ ધુવા વેંચાણ માટે દારૂનો જથ્થો રાખે છે, આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડતાં પોલીસને તેના ઘરમાં રાખેલી રૂ.26,000 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 750 એમએલની 64 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો કબ્જે