Skip to content
ભુજ તાલુકાના દેશલપર ગામે તીનપતીનો જુગાર રમતા 10 શંકુઓને 54,800ના મુદામાલ સાથે તો મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે તીનપતી જુગાર રમતા 6 શંકુઓને 12,100ની રોકડ રકમ સાથે પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભુજ તાલુકાના દેશલપર ગામે રેલ્વે સ્ટેશનમાં દિવાલ પાછળ ઘાણીપાસાનો જુગાર રમતા ઉમર માનસંગ પઢીયાર, ચંદુલાલ મનજી સોની, શામજી કારાભાઇ દલીત, રાજેશભાઇ ઉર્ફે રાજાડો બાબુલાલ રાઠોડ, રમજુ કાસમ હિંગોરજા, સિદીક ડાડા સમેજા, લતિફ ગફુર ભટી, અનવર જુસબ બાફણ, પ્રતિક નીતીનભાઇ ઠકકર, પરેશ ધનજીભાઇ રાઠોડ સહિત 10 શંકુઓને 25 હજારની રોકડ રકમ તથા 9,800ની કિંમતના 10 મોબાઇલ તેમજ 20 હજારના બે વાહનો સહિત 54,800ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તો બીજી તરફ મુન્દ્રા તાલુકાના સમાઘોધા ગામે વિકાસપરમ કોલોની પાછળ તીન પતીનો જુગાર રમતા કીરીટસિંહ દીલીપસિંહ જાડેજા, વિક્રમસિંહ મકુંદસિંહ ઠાકુર, નરેન્દ્રસિંહ રાકેશકુમાર રાવત, મલખાન પ્રજેનભાઇ ચોરસીયા, બીપીનકુમાર ગૌતમ અબ્દ્રેશકુમાર બ્રાહમણ, બાબુલાલ ગણેશભાઇ કુશવાહને 12,100ની રોકડ રકમ સાથે મુન્દ્રા પોલીસે પકડી પાડ્યા હતા.