અંજારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો

અંજાર અને વોંધમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં અંજારમાં ઈસમ સ્થળ પરથી મળી આવ્યો ન હતો. આ અંગેની મળતી વિગતો પ્રમાણે અંજારના લુણંગનનગર જમનાપાર્ક નજીક ભાવેશ આતુભાઈ ધુવાના રહેણાંકના ઘરમાં દરોડો કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 64 કિંમત રૂ. 26,000નો મુદામાલ મળી આવ્યો હતો. દરોડા દરમિયાન ઈસમ વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જ્યારે ભચાઉ તાલુકાનાં વોંધ ગામે દારૂ અંગે દરોડો કરતાં મિતેશ ધરમશી ચંદાત ભારતીય બનાવટનો વિદેશી બોટલ નંગ 4 કિંમત રૂ. 3,200, મોબાઈલ નંગ 1 કિંમત રૂ. 3,000 મળી કુલ 6,200ના મુદામાલ સાથે ઇસમોને પકડી પાડી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.             

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *