Categories Slider News

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ રાજ્યમાં કરશે ‘હેલિકોપ્ટર’ ચૂંટણી પ્રચાર

પાટીદારો માટે અનામતની માંગણી કરીને રાતોરાત સ્ટાર બની જનાર હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બની ગયો છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી , પ્રિયંકા ગાંધી પછી હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બની ગયો છે. હાલમાં કોંગ્રેસે તેને ચૂંટણી પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર પણ ફાળવ્યું છે. હાર્દિક પટેલ પાસે પહેલા ફોર્ચ્યુનર કાર હતી. તેમાંથી સીધો હેલિકોપ્ટરમાં આવતા જ હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજકોટ એરપોર્ટ પરથી તે કાલાવડ સભા માટે બાય રોડ કારમાં ગયો હતો. કાલાવડમાં ભાજપ વિરૂદ્ધ તેણે પ્રહાર કર્યા હતા. હાર્દિક પટેલ પાસે પહેલા ફોર્ચ્યુનર કાર હતી. તેમાંથી સીધો હેલિકોપ્ટરમાં આવતા જ હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પાસ સુપ્રીમો હાર્દિક પટેલ 12 માર્ચે અમદાવાદમાં રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયો હતો. ત્યારે ગણતરીના દિવસોમાં જ કોંગ્રેસે તેને સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવ્યો છે. હાર્દિક કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ , મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ચૂંટણી સભા ગજવશે.
It's only fair to share...Share on Facebook
Facebook
Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email this to someone
email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *