ચૂંટણી ટાણે ગુજરાતમાં ચૂનાની આડમાં લઇ જવાતો 23 લાખનો શરાબ પકડાયો

અમીરગઢ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી ગુજરાત લઇ જવાતો શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમીરગઢ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષક, બનાસકાંઠા, પાલનપુર તથા ઋષિકેશ ઉપાધ્યાય નાયબ પોલીસ અધિક્ષક ડીસાનાઓએ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ગેરકાયદેસર શરાબની હેરાફેરી અટકાવવા સારું બોર્ડર ચેકપોસ્ટો ઉપર નાકાબંધી કરી કડક અમલવારી કરવા સૂચના કરતા સી.પી.ચૌધરી તથા પી.વી.વાઘેલા પોસઇ, અમીરગઢના માર્ગદર્શન પપ્રમાણે અમીરગઢ પોલીસ સ્ટાફ્ના પ્રવીણભાઈ, હસમુખદાન, હસમુખભાઈ દિલીપભાઈ તથા મ્જીહ્લની ડી કંપની 37 બટાલિયનના જવાનો તથા જીજી્ના બી.ડી. હીરાની તથા તેમની ટીમના માણસોએ સંયુક્ત રીતે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગમાં હતા. દરમિયાન ટ્રક ગાડીમાં સફેદ પાઉડરની આડમાં વિદેશી શરાબ બોટલ નંગ 9288 કિંમત રૂ.22,89,600 તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.28,01,100 નો મુદ્દામાલ મળી આવતા ટ્રક ગાડીના ચાલક સહીરામ બિરબલરામ જાટ રહે.બિકાનેરવાળાની અટક કરી તેના સામે તથા નાસી જનાર શખ્સના સામે પ્રોહિબિશન એકટ અન્વયે તજવીજ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *