સામાન્ય મુદ્દે ઉશ્કેરાઇ જઇ એક શખ્સે હથોડી વડે હુમલો કરતા યુવાનને માથામાં અસ્થિભંગ સહિતની ઇજા

kuhadi-hatyaa

copy image

copy image

અંજારની મેંગો માર્કેટમાં સામાન્ય મુદ્દે ઉશ્કેરાઇ જઇ એક શખ્સે હથોડી વડે હુમલો કરતા યુવાનને માથામાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. અંજારમાં રહેનાર ફરિયાદી ઇકબાલશા કાસમશા શેખ નામનો યુવાન રાતના અરસામાં  બોલેરો ગાડી લઇને મેંગો માર્કેટ જઇ રહ્યો હતો. દરમ્યાન વીડી નજીક નવિન ચાવડાની દુકાન પાસે ઊભા રહી સિગારેટ પી નાસ્તો લીધો હતો. વરસાદના કારણે પૈસા પછી આપવાનું કહેતા દુકાનદારે ઉપડ રવાનો થા તેમ કહ્યું હતું. બોલાચાલી બાદ ફરિયાદી માર્કેટમાં ધંધા માટે આવ્યો હતો. ત્યાં આરોપી નવિન મોપેડ લઇને આવ્યો હતો ત્યાં તેણે ફરિયાદી સાથે ઝઘડો કરી એકટીવામાંથી હથોડી કાઢી યુવાનના માથામાં ઘા માર્યો હતો. ઘવાયેલા યુવાનને માથામાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.