ગુજરાતની ફેક્ટરીઓને જોઈએ તેટલું મળી રહ્યું છે પાણી, ખેડૂતોએ સિંચાઈના પાણી માટે મારી રહ્યા છે વલખાં

કાલઝાળ ગરમીમાં ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણીની તંગીની અસર સૌથી વધુ છે. જોકે, વિભિન્ન સિંચાઈ પરિયોજનાઓ દ્વારા આ વિસ્તારોમાં પાણીની તંગીને દૂર કરવાના રસ્તા શોધી કાઢ્યા છે. પરંતુ, આજે ખેડૂતોના ભાગનું પાણી ક્ષેત્રમાં સ્થિત ફેક્ટરીઓને આપવામાં આવી રહ્યું છે. એક સૂત્રો અનુસાર, આજની તારીખમાં પણ આ વિસ્તારોમાં ફેક્ટરીઓને જોઈએ તેટલું પાણી આપવામાં આવી રહ્યું છે, જ્યારે ખેડૂતોએ સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે.
ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુશ્કેલી દૂર કરવા માટે 1946માં નર્મદા પરિયોજનાને અમલમાં લાવવામાં આવી. સિંચાઈ અને હાઈડ્રો પરિયોજનાને મોટા સ્તર પર વિસ્તાર આપવા માટે સરદાર સરોવર અને નર્મદા સાગર બંધનું નિર્માણ કરવામાં આવ્યું અને તે ઉપરાંત, 3000 કરતા પણ વધુ નાના બંધ તેમજ નહેરો બનાવવામાં આવી. હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની તંગીને જોતા સરદાર સરોવર બંધની ઊંચાઈ પણ 300 ફૂટથી વધારીને 320 ફૂટ કરવામાં આવી. નર્મદા વોટર ડિસ્પ્યૂટ ટ્રિબ્યુનલ અંતર્ગત ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પાણીની વહેંચણી કરવામાં આવી. તે અંતર્ગત ગુજરાતના ભાગમાં 30414.62 MLD પાણી આવ્યું.
ગુજરાત સરકારે 11% (3582.17 MLD) પાણી વિવિધ ઉદ્યોગો અને ઘરેલૂ ઉપયોગ માટે અલગથી વહેંચ્યું. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ક્ષેત્રો સામેલ હતા. પરંતુ નર્મદા કંટ્રોલ ઓથોરિટી (1980માં સ્થાપિત, જે NWDTના નિર્દેશનોને લાગુ કરાવે છે)ના અનુસાર 2013 અને 2016ની વચ્ચે બિન કૃષિ યોગ્ય પાણીનો ઉપભોગ 11% કરતા વધુ કરવામાં આવ્યો. 2016માં 18% કરતા વધુ પાણીનો ઉપયોગ ઘરેલૂ તેમજ ફેક્ટરીઓ માટે કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકારે એ વાત માની કે 2014થી 2018ની વચ્ચે મુંદ્રા અને કચ્છ સ્થિત ફેક્ટરીઓને નર્મદા ઘાટી પરિયોજનામાંથી 25MLD પાણી આપવામાં આવ્યું. આ ઉપરાંત, અમદાવાદ અને ગાંધીનગરના શહેરોમાં 75MLD પાણી આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, આ પાણીથી આશરે 22502 હેક્ટર જમીનની સિંચાઈ કરી શકાય.
  ગુજરાતની ફેક્ટરીઓને જોઈએ તેટલું મળી રહ્યું છે પાણી, ખેડૂતોએ સિંચાઈના પાણી માટે મારી રહ્યા છે વલખાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *