ગાંધીધામમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ શંકુઓની અટકાયત

ભુજ સરહદી રેંજની આરઆર સેલની ટીમે ગાંધીધામ ખાતે આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શંકુઓને આબાદ પકડી પાડયા હતા. સ્થળ પરથી હુક્કાબારના સાધનો મળી આવ્યા હોટલ સંચાલક સહિતના સામે ગુનો દાખલ પૂર્વ બાતમીના આાધારે આઈજી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ગાંધીધામના સેકટર એક એમાં આવેલ રાધે કોમ્પલેક્ષમાં ધ ફલેવર્સ એન્ડ ફુડ બ્રેવરજીસ હોટલમાં રેડ પાડવામાં આવી હતી. આઈપીએલની ક્રિમેટ મેચ કિગ્લસ ઈલેવન પંજાબ અને રોયલ્સ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી તેમજ ટેલીવીઝનનો ઉપયોગ કરીને સટ્ટો રમાડાતો હતો. ગાંધીધામના નરેન્દ્રસિંહ ભીમસિંહ વાઘેલા, નવીન રાજભા ગઢવી, રાજભા જુવાનસિંહ વાઘેલાના કબ્જામાંથી મોબાઈલ નં.૩, ટીવી, એક કાર સહિત પ,૬ર૦૦૦નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. તપાસ દરમિયાન હોટલના સંચાલક ગેરકાયદેસર રીતે તમાકુ નિયંત્રણના ગુનાનો ઉલ્લઘન કરતા મળી આવ્યા હતા. સૃથળ પરાથી હુક્કાબારના સાધનો, અલગ અલગ ફેલવરના તમાકુ મિશ્રીત સ્મોકીંગ ફેલરના સાત ડબ્બા તેમજ ૧૩ હુક્કા મળી આવ્યા છે. ચીરાજ ધરમસિંહભાઈ મઢવી નામનો શંકુ છરી સાથે મળી આવ્યો હતો જેની પણ અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પીએસઆઈ જી.એમ. હડીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *