અમદાવાદ : શહેરનાં સરદારનગરમાં રહેતી 16 વર્ષની સગીરાને તેનાં જ કૌટુંબિક બહેનનો 22 વર્ષનો પુત્ર લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો છે. સગીરાના ભાઈએ ભાણિયા સામે બહેનના અપહરણની ફરિયાદ નોંધાવી છે. એરપોર્ટ પોલીસે ગુનો નોંધી બંનેની તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ સરદારનગરના હાંસોલ ગામમાં રહેતી 16 વર્ષની સગીરાને તેના 22 વર્ષનો કૌટુંબિક ભાણિયા સાથે ભાગી ગઇ હતી. આ ઘટનાની જાણ થતા કૌટુંબિક ભાણિયા સામે સગીરાના ભાઈએ લગ્નની લાલચ આપી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. લખાવેલ ફરિયાદ મુજબ તેની નાની બહેન ઘરોમાં છૂટક કામ કરતી હતી. સગીરા છેલ્લા પાંચ મહિનાથી ઓઢવમાં રહેતા કૌટુંબિક ભાણિયા સાથે વાતો કરતી હતી. ગુરુવારે બહેન કોઇને કહ્યા વગર ઘરેથી જતી રહી છે. બહેન ઘરે ન મળતા યુવકના ઘરે યુવાનની તપાસ કરાવી તો તે પણ ઘરમાં ન હતો. જેથી સગીરાના ભાઈએ ભાણિયા સામે પોતાની બહેને લગ્નની લાલચ આપી ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી બંન્નેની શોધખોળ હાથ ધરી છે.