બીદડા ગામમાં આઈ.પી.એલ મેચ પર સટ્ટો રમતા પાંચ ઈસમોને પકડી પાડતી માંડવી પોલીસ

માંડવી તાલુકાના બીદડા ગામમાં આઈ.પી.એલ. ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાને મે.શ્રી.પો .અધિ.સૌરભ તોલંબીયા સાહેબ.પ.ભુજ કચ્છનાઓની સુચનાથી અને મે.ના.પો.અધિ.સા.ભુજ.વિભાગ.ભુજ કચ્છના માગૅદશૅન હેઠળ માંડવી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.એમ જે. જલુ. સાહેબ તથા એ. એસ. આઈ. દીપસિંહ એલ. સોઢા. તથા પો.કોન્સ. સૂરજભાઈ.પી.વેગડ તથા પો .કોન્સ વિજયસિંહ ગોહિલ વગેરે. પોલીસ સ્ટાફના માણસો પ્રેટ્રોલીંગમાં હતા. ત્યારે પોલીસ.કોન્સ વિજયરાજસિંહને ખાનગી સચોટ બાતમી મળતા કે બીદડા ગામના ગાંધીચોકમા આવેલ મીતેન જયેનીલાલ ફૂરીયા પોતાના રહેણાકના ઘરમાં અમુક શખ્સોને બોલાવી પૈસાની હાર-જીતનો ક્રિકેટના સટ્ટાનો જુગાર રમી-૨માડે છે તેવી બાતમી હકીત મળતા તે બાતમી વાળી જગ્યાએ દરોડો કરતા તો તે.શખ્સો મિતેન જેન્તીલાલ ફુરીયા (ઉ.વ.૨૯) શાંતિવન-૨, રાહેજા ટાઉનશીપ, મલાડ વેસ્ટ, હરેશ બાલુભાઈ સોનગર (ઉ.વ.૪૭) રહે.ભરવેનગર, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ), શિતલ મહેન્દ્રભાઈ શાહ (ઉ.વ.૪૬) રહે.૩૦૪ પ્રથમેશ બિલ્ડિંગ, ભાયંદર (વેસ્ટ), મુંબઈ), રમેશ કપુરચંદ વોરા (ઉ.વ.૬૧) જૈન દેરાસર પાસે, બિદડા અને હિતેશ મંગુભાઈ ગામીત (ઉ.વ.૨૫), રહે. ડુંગરી,તા.માંગરોળ, સુરતવાળા શખ્સો હારજીતનો ક્રિકેટનો સટ્ટો રમતા રોકડ રકમ. રૂ.૧૪,૪૫૦ અને ઘરમાંથી પોલીસે મોબાઈલ ફોન નંગ ૧૬ કિંમત રૂ.૮,૦૦૦તથા લેપટોપ.નં ૨ કિંમત રૂ.૩૦,૦૦૦તથા લેન્ડલાઈન ફોન નંગ ૪ કિંમત રૂ.૪,૦૦૦ તથા સફેદ કલરનુ ૧૫.પોટૅવાળુ મશીન કિંમત રૂ.૫,૦૦૦ એલઈડી ટીવી નંગ ૨ કિંમત રૂ.૩૦.૦૦૦ તથા એક સેટટોપ બોક્સ.બે રીમોટ કન્ટ્રોલ.સાથે કિંમત રૂ.૧,૦૦૦, શખ્સ પાસેથી મળેલાં વધુ બે મોબાઈલ ફોન,૧૪,૪૫૦ની રોકડ, સટ્ટાની ડાયરી વગેરે કુલ મળીને ૯૨.૪૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઇસમો આઈપીએલમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાઈ રહેલી મેચની હારજીત માટેનો સટ્ટો રમતા પાંચ શખ્સો પાસેથી કુલ મુદામાલ સાથે મળી રૂ.૯૨,૪પ૦ નો મુદામાલ સાથે દરોડા દરમ્યાન આ પાંચેય શખ્સો ઝડપાઇ જઈ તેના વિરૂધ્ધ ધોરણસર પો.કોસ્ટ .સુરજભાઇ પી વેગડ .એ જુગારધારા મુજબની ફરીયાદ આપેલ અને આ કામોની આગળની કાર્યવાહી બીદડા ઓપીના. એ.એસ.આઇ , દીપસિંહ સોઢા.ને સોંપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *