Skip to content
જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરિક્ષક સુભાષ ત્રિવેદી તથા સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક હત્પલ ત્રિપાઠી તથા મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ. કે.એન.અઘેરા તથા પોલીસ હેડ કોન્સ. ધીરજલાલ બાલાશંકર તથા બટુકભાઈ પંડયાતથા પોલીસ કોન્સ. કલ્પેશભાઈ કરશનભાઈ ચૌહાણ વગેરે પેટ્રોલિંગમાં હતા દરમિયાન અંબાડા ગામના બાપા સીતારામના ઓટા નજીક આવતા ખાનગી રાહે હકીકત મળેલ કે અંબાડા ગામના ભરતભાઈદ દાભાઈ કાતરિયાની વાડીની બાજુમાં ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો પૈસા પાના હારજીતનો જુગાર રમે છે તેવી હકીકત આધારે દરોડો કરતા શખ્સ ભીખુભાઈ દેવાતભાઈ વાણિયા આહિર, હસુભાઈ કરશનભાઈ વાણિયા આહિર, ગાંગાભાઈ પુંજાભાઈ ઉનેવાળ જાતે અનુજાતિ, ધીરૂભાઈ લાખાભાઈ કાતરિયા આહિર, બચુભાઈ મેઘાભાઈ વાઢેર જાતે અનુજાતિવાળાઓએ જાહેરમાં ગંજીપતાથી રૂપિયાની હારજીતનો જુગાર રમતા કુલ રોકડ રકમ રૂ.૨૧,૪૨૦ તથા ગંજીપતાના પાના સાહિત્ય સાથેના મુદામાલ સાથે ઝડપાઇ જઈ ગુનો કરેલ હોય તેની સામે ધોરણસરની તપાસ કરેલ છે.