પાલનપુર: રાજસ્થાનનો યુવક 43.30 લાખની નકલી નોટો સાથે પકડાયો

બનાસકાંઠામાં ચુંટણી દરમ્યાન ગેરકાયદેસર ચીજોની હેરાફેરીને રોકવા માટે ઉભી કરવામાં આવેલ પોલીસ ચેકપોસ્ટ પર અવારનવાર ગેરકાયદેસર ચીજો ની હેરાફેરી પકડાય છે. ત્યારે પાલનપુર પશ્વિમ પોલીસે આજ રોજ રાજસ્થાનની બસને રોકી તપાસ કરતાં બસમાં મુસાફરી કરી રહેલ પુનમચંદ ઓમપ્રકાશજી શર્મા રહે.દંતોર તા.ખાજુવાલા જી.બીકાનેર વાળાની તપાસ કરતાં  તેની પાસેથી રૂ.43.30 લાખની રૂ.2,000 ના દર ની નકલી નોટો મળી આવતાં તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે હાલમાં ચુંટણી સંબંધી પોલીસ નાકાબંધી માટે પોલીસ વડા પ્રદીપ કુમાર સેજુળ ની સુચના આધારે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.જેમાં પાલનપુર પશ્વિમ પોલીસ સ્ટેશનની હદમાં હાઈવે આર.ટી.ઓ.સર્કલ નજીક ઉભી કરવામાં આવેલ ચોકી દ્વારા ચેકીંગ માટે પશ્વિમ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.કે સોલંકીની સુચના આધારે હે.કો.સલીમખાન તથા હે.કો.વિનોદભાઈ કાળુભાઈ તથા હે.કો.રેખાબેન ભીખાભાઈ વગેરે ચેકીંગમાં હતાં. તે દરમ્યાન રાજસ્થાનથી આવતી બસનં આર.જે.19.પીબી.2699 ને રોકી બસમાં તલાશી દરમ્યાન એક શખ્સની હીલચાલ પર શંકા જતાં તેના સરસામાનની તલાશી લેતાં તેના પાસેના થેલામાં રૂપિયા 2000ના દરની 2165 નોટો મળી આવતાં તેની પુછપરછ કરતાં તેનુ નામ પુનમચંદ ઓમપ્રકાશ શર્મા રહે.દંતોર તા.ખાજુવાલાજી.બીકાનેર વાળો હોવાનુ જણાવ્યુ હતુ. અને નોટ નકલી હોવાની કબુલાત કરી હતી.અને તે બિકાનેરના એક અજાણ્યા શખ્સ પાસે થી નોટ મેળવી હતી. અને સુરત ખાતે ના નરેન્દ્ર કૈલાશચંદ્ર ગુરાવા રહે.સુરત મુળ રહે.પાયલી જી.રતનગઢ વાળાને આપવાની કબુલાત કરી હતી .જે અંગે પોલીસે એફ.એસ.એલ. ને જાણ કરી અને બેંક કર્મચારી ને જાણ કરી નોટ ની ચકાસણી કરાવતાં નોટ નકલી હોવાનુ માલુમ પડતાં તે અંગે પુનમચંદ ઓમપ્રકાશ શર્મા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *