GIDCમાંથી 10 હજાર રોકડ સાથે 4 ઇસમો જુગાર રમતા ઝડપાયા

ગાંધીધામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એસઆરએસના ગોડાઉનમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ચાર ઇસમોને બી-ડિવિઝન પોલીસે રૂ.10,690 રોકડ રકમ સાથે ઝડપી પાડી તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. પીઆઇ ડી.વી.રાણાના માર્ગદર્શન મુજબ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી. કોન્સટેબલ જગદિશ સોલંકીને મળેલી બાતમીના આધારે જીઆઇડીસીમાં આવેલા એસઆરએસના ગોડાઉનમાં રેડ પાડતાં ત્યાં ગંજીપાના વડે જુગાર રમી રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *